વલસાડ: આજરોજ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાંચ જેટલા આદિવાસી ગામડાઓમાં ગેરકાયદેસર રીતે જેટકો કંપની દ્વારા ટાવર લાઈન ઉભા કરવાની કોશિશ કરેલ એની સામે વાંધો નોંધી બંધ કરવા બાબતે BTTS સંગઠન દ્વારા કલેકટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું.
Decision Newsને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાંચ જેટલા આદિવાસી ગામડાઓમાં ગેરકાયદેસર રીતે જેટકો કંપની દ્વારા ટાવર લાઈન ઉભા કરવાની કોશિશ કરેલ એની સામે વાંધો નોંધી બંધ કરવા બાબતની સમસ્યા ગામના લોકો દ્વારા BTTS સંગઠન જણાવી હતી જેને લઈને આજે BTTS સંગઠન દ્વારા વલસાડ કલેકટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
BTTSના ગુજરાત પ્રદેશ પ્રમુખ પંકજ પટેલનું કહેવું છે કે જો ઉમરગામના આમારા આદિવાસી ભાઈઓની આ સમસ્યાની નિરાકરણ વહીવટીતંત્ર ઝડપથી ન લાવે તો અમે આંદોલનનો રસ્તો અપનાવીશું અને તંત્રને બતાવીશું કે આદિવાસી એટલે કોણ ?