વાપી: આજરોજ જાયન્ટસ્ વેલ્ફેર ફાઉન્ડેશન બ્રાન્ચ ૩ એના પ્રમુખ બાલાક્રિષ્ના શેટ્ટીની અધ્યક્ષતામાં ટીમનો ઇન્સ્ટોલેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાયન્ટસ્ ગ્રુપ ઑફ વલસાડના પ્રમુખપદે ડૉ. આશા ગોહિલની વરણી કરવામાં આવી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ જાયન્ટસ્ વેલ્ફેર ફાઉન્ડેશન બ્રાન્ચ ૩ એના પ્રમુખ બાલાક્રિષ્ના શેટ્ટી અને તેમની ટીમનો ઇન્સ્ટોલેશન પ્રોગ્રામ વાપી ખાતે યોજાયો. જેમાં મુખ્ય મહેમાન તરીકે જા.વે.ફા. નાયબ વિશ્વ અધ્યક્ષ શ્રી નુરુદ્દીન સેવવાલહ સહિત અન્ય હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
જુઓ વિડીયોમાં..
જાયન્ટસ્ ગ્રુપ ઑફ વલસાડના પ્રમુખપદે ડૉ. આશા ગોહિલ ડી.એ. શીરીન વોરા, ડી.એફ. દક્ષેશ ઓઝા તથા અન્ય હોદેદારોનો શપથવિધિ સમારોહ યોજાયો. જાયન્ટસ ગ્રુપ ઑફ વલસાડમાં ડૉ. વિલ્સન મેકવાન, દીપા પાનવાલા, નિધિ પટેલ, શિલ્પા ઠાકોર, જગદીશ આહીર, દર્શન દશોંદી, સંગીતા પ્રજાપતિ, હંસા પટેલ નવા સભ્ય બન્યા.