ગુજરાત: એક તરફ લોકો પ્રદુષિત પર્યાવરણન કારણે વિવિધ રોગોથી મૃત્યુ પામી રહ્યા છે ત્યારે ખાનપુરના વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન માંથી નીકળતી ફ્લાય એશ સંપ બનાવી લુસ ફ્લાય એશને લોકમાતા મહીસાગરમાં છોડવામાં આવી રહી હોવાની મહીસાગર નદીનું પાણી દુષિત થઈ રહ્યાના દ્રશ્યો સામે આવ્યા છે.

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ પાણી નદી કિનારાના અનેક ગામોના લોકો પીવા અને રોજીંદા કામો માટે ઉપયોગમાં લેતા હોય છે. જેને લઈ આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને તકલીફ થાય તેમ છે. થર્મલ પાવર સ્ટેશન દ્વારા મહીસાગર નદીમાં છોડવામાં આવતી લુસ ફ્લાય એશના કારણે સ્થાનિક આસપાસના લોકોને ચામડીના રોગ અને પેટના રોગથી પીડાઈ રહ્યા હોવાની ફરિયાદો છે.

પરંતુ હવે ફ્લાય એશ મહીસાગર નદીના પાણી પણ દૂષિત બનાવી રહી છે. જે ચરોતર અને ખંભાત સુધી જોખમી બન્યું છે. વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન દ્વારા તમામ નિયમો નેવે મૂકી ખુલ્લેઆમ મહીસાગર નદીમાં ફ્લાય એશછોડી રહ્યા છે.