ગુજરાત: હાલમાં ગુજરાતમાં મહિલાની હત્યા મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે ત્યારે ગતરોજ ડભોઇ પોલીસ સ્ટેશનમાં મંડાળા ગામમાંથી બનેવી દ્વારા જ સાળીનું ગળું દબાવીને હત્યા કરવાની ઘટના બહાર આવી છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર જવા પામી છે
પોલીસ સુત્રોએ આપેલી માહિતી મુજબ મંડાળા ગામના સીમમાં રહેતા દિપકભાઇ કાંતીભાઇ પટેલના દિવેલા વાળા ખેતરના સેઢા પાસેથી એક 19 વર્ષની યુવતિ લાશ મળી આવી હતી જે મંડાળા ગામના કાંડીયાભાઇ વસાવાની પુત્રીની છે. દીકરીના પિતાનું કહેવું છે કે દીકરી અંજૂ 24 માર્ચ બપોરે કુદરતી હાજતે જવાનું કહીને ગઇ હતી. જે પરત ફરી ન હતી અને ત્યાર બાદ બીજા દિવસે તેનો ગળે ટુંપો દીધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા અજાણ્યા ઇસમ દ્વારા મોત કરાયાનું ગુનો નોંધ્યો છે.
આ મામલે પોલીસ દ્વારા પુછતાસમાં અંજૂના બનેવી મુકેશ ડુંગરાભીલ જાણવા જાણવા મળ્યું છે કે અંજૂ તેના વચ્ચે લગ્નેતર સંબંધ હતો. સંબંધ હોવાથી અંજૂ અવાર નવાર તેના બનેવી સાથે ઝઘડો કરતી હતી. એટલું જ નહિ અંજૂ તેને રાખી લેવા જણાવતી હતી. આ પ્રકારના દબાણ ના થવાનું થયું. અંજૂ બનેવીને ગળે પડશે તેવું માનીને તેણે તેને ગળે ટુંપો દઇને મારી નાંખી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટનાને કેમ, અને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો સહિતની વિગતો જાણવા હાલમાં પોલીસ અંજુના બનેવી મુકેશ ડુંગરાભીલ પુછતાસ કરી રહી છે.

