ગુજરાત: હવે ગુજરાતના જૂની પેન્શન સ્કીમ અમલમા મુકવા કર્મયોગીઓએ ભાજપ સરકાર સામે બાંયો ચઢાવી છે કાળી પટ્ટી બાંધી કર્મચારીઓ કરશે વિરોધ કરી ઉપવાસ, ધરણા અને આંદોલન કરશે તેમણે આ મુદ્દે મુખ્યમંત્રીને કર્મચારીઓએ પત્ર લખ્યો છે.

1.તમામ જિલ્લા/તાલુકાઓમાં બંધારણની મર્યાદામાં રહીને તથા જરૂરી પરવાનગીઓ સાથે દરેક સંવર્ગના કર્મચારીઓને સાંકળીને ૧ થી ૨ કિલોમીટર સુધીની રેલીનું આયોજન કરવું.

2. તા. ૧લી એપ્રિલ ૨૦૦૫ ના રોજથી ગુજરાત રાજયમાં નવી પેન્શન યોજના લાગુ થયેલ હોઈ, આગામી તા. ૧લી એપ્રિલ ૨૦૨૨ ને કાળા દિવસ તરીકે ઉજવવો.

3. એપ્રિલ ૨૦૨૨ થી મે ૨૦૨૨ દરમ્યાન કાળી પટ્ટી ધારણ કરવી, પ્રતિક ઉપવાસ કરવો, ધરણા કરવા તેમજ અન્ય પ્રતિકાત્મક કાર્યક્રમો આપવા.

આ તમામ કાર્યક્રમોમાં ગુજરાત રાજયના જુદા જુદા મંડળો અને મહામંડળોનો પૂરેપૂરો સાથ સહકાર જાહેર કરવામાં આવેલ છે. જેથી સરકારી કર્મચારીઓ તેમજ સરકારશ્રીના હિત સારૂ જૂની પેન્શન યોજના તાત્કાલીક લાગુ કરવા તમામ કર્મચારીઓ વતી અમારી આપશ્રીને નમ્ર વિનંતી છે.