ગુજરાત: આવતીકાલથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થશે. કોરોના બાદ પ્રથમવાર ધો.10-12ના કુલ 14,98,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 ની પરીક્ષા સવારે 10 થી બપોરે 1:15 વાગ્યા દરમિયાન પરીક્ષા યોજાશે, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 10:30 થી 1:45 વાગ્યાના સમયગાળામાં લેવામાં આવશે.

જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી 6:30 વાગ્યા દરમિયાન યોજાશે.જોકે, સામાન્ય પ્રવાહની પરીક્ષા બે તબક્કામાં યોજાશે. સવારે 10.30 થી 1.45 ત્યારબાદ બપોરે 3 વાગ્યાથી 6.15 દરમિયાન પરીક્ષા યોજાશે. જે તે વિષય મુજબ સવારે અને સાંજે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. .

રાજ્યભરમાંથી ધોરણ 10 અને 12 ની 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે એક ગણતરી મુજબ ધોરણ 10 ની 9,64,529 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,25,834 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 95,982 રેગ્યુલર વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 11,984 રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

બોર્ડની પરીક્ષઆ માટેના નિયમો

  • વિદ્યાર્થીઓને પરીક્ષાના પ્રથમ દિવસે 30 મિનિટ વહેલા પરીક્ષા સ્થળમાં પ્રવેશ અપાશે, ત્યારબાદ 20 મિનિટ અગાઉ પ્રવેશ મળશે
  • બોર્ડની પરીક્ષા હોવાને કારણે પરીક્ષા સ્થળોની આજુબાજુ કલમ 144 લાગુ રહેશે
  • પરીક્ષાના સમયમાં ઝેરોક્ષની દુકાનો બંધ રહેશે
  • પરીક્ષા સ્થળો પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે
  • પરીક્ષા કેન્દ્રની આસપાસ લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે
  • પરીક્ષા કાર્ય સાથે સંકળાયેલા તમામને ઓળખપત્રો અપાશે
  • પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ પ્રતિબંધિત રહેશે, કોઈપણ જાતના વિજાણુ ઉપકરણ સાથે પ્રવેશ મળશે નહીં
  • વર્ગખંડ બહાર પીવાના પાણીની વ્યવસ્થા રહેશે, પાણીની પારદર્શક બોટલ સાથે રાખી શકાશે, બુટ, ચપ્પલ અને મોજા બ્લોક બહાર રાખવા પડશે
  • રવિવારે વિદ્યાર્થીઓ વર્ગખંડના દરવાજાથી પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકશે
  • પરીક્ષા સ્થળોમાં સેનેટાઇઝેશન, હેન્ડવોશ તેમજ માસ્ક ફરજિયાત રહેશે