ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં વિશ્વ ટીબી દિનની ઉજવણીનાં ભાગ રૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંડવખડક ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ચંદ્રકાંતભાઈ પટેલ દ્વારા ટીબી રોગને સમુદાયમાં ફેલાતો અટકાવવા અને તે બાબતે ટીબી રોગના લક્ષણો તથા જરૂરી તપાસ અને સારવાર વિશેની જાણકારી આપી હતી.

ડોક્ટર ચંદ્રકાંતભાઈ પટેલે આ બાબતે શું કહ્યું જુઓ વિડીયોમાં…

દેશના માનનીય વડાપ્રધાન દ્વારા 2025 સુધીમાં દેશમાંથી ટીબી રોગ નાબૂદી માટે કરવામા આવેલ આહવાનનો સંદેશ સમુદાયમાં પહોંચે તેવા પ્રયાસો કરાયા હતા. ત્યારે ડોક્ટર ચંદ્રકાંતભાઈ પટેલે દ્વારા વિશ્વ ટીબી દિનની ઉજવણી અંતર્ગત જાણકારી અપાઈ હતી. ટીબી મુક્ત ગુજરાત અને ટીબી મુક્ત ભારત અભિયાનમાં ભાગીદારી જરૂરી છે એમ તેમણે જણાવ્યું હતું.