વાંસદા: હાલમાં ગ્રામ્ય વિસ્તારના યુવાનોમાં ક્રિકેટ નશો સવાર થયેલો છે ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ કંડોલપાડા ખાતે 17 માર્ચ દિને કંડોલપાડા જય અંબે સ્પોટ્સ દ્રારા ક્રિકેટ ટુર્નામેન્ટનો આયોજન કરવામાં આવ્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ ટુર્નામેન્ટમાં કુલ ૧૦ ટીમોએ ભાગ લીધો હતો જેમાં બિરસા મુંડા -કાંટસવેલ, લીમઝર કિંગ-લિમઝર, આરાધ્ય મેડીકલ-મોટીવાઝર, જય અંબે વોરીયર્સ-કંડોલપાડા, સહજાનંદ ફાર્મ-વાંદરવેલા, એસ.આર. વોરીયર્સ-ભીનાર, વેદાંશી હોસ્પિટલ-વાંસદા, સાંઈ લીલા નર્સરી-લાછકડી, ઓમ સાંઈ નર્સરી-ઝરી, ઓમ વલ્લભ ફરસાણ-રાયાવાડીનો સમાવેશ થયો છે.

આ ચાર દિવસીય ટુર્નામેન્ટની ફાઈનલમાં બિરસા મુંડા અને વેદાંશી હોસ્પિટલ સામ સામે ટકરાય હતી જેમાં ટોસ જીતી ટીમ વેન્દાંશી ૮ ઓવરમાં 89/7 સ્કોર બનાવી બિરસા મુંડા ટીમને જીતવા માટે 90 રનનો લક્ષ્ય આપ્યો છે. બિરસા મુંડા ટીમએ 91/7 બનાવી વિજયી બની હતી. વિજયી બનેલી બિરસા મુંડા ટીમને 41000 રૂપિયા ઇનામ અને વેદાંશી હોસ્પિટલ ટીમને 25000નો ઇનામ આવ્યું હતું. વિજેતા ટીમના ખેલાડી વિનોદ ગાંવિત 34(14) રન ફટકાર્યા હતા. અને તેને મેન ઓફ ધ મેચ સીરીઝ થયો હતો.