ડાંગ: રાજ્ય સરકાર મીની પાઇપ લાઈન યોજના ગામોમાં પીવાના અને સિંચાઈના પાણી માટે અમલીકરણ કરવામાં આવી હતી પણ ડાંગના ગુંદીયા ગામમાં તમે જોશો તો આ યોજના ગામાના લોકો માટે નહિ પણ સરપંચ અને તેના માનીતા વ્યક્તિઓ માટે જ હોય એવા દ્રશ્ય ચિત્રો જોવા મળશે.
આ મુદ્દે ગુંદીયા વ્યક્તિઓ શું કહે છે આવો જોઈએ…
Decision Newsએ સ્થળ પર લીધેલી મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે ગુંદીયા ગામે મીની પાઇપ લાઈન યોજના દ્વારા ૭-૮ વર્ષો થઈ ગયા હોવા છતાં પણ નળમાં એક પણ પાણીનું ટીપુ જોવા મળતું નથી. ગ્રામજનો દ્વારા અનેક વખત રજુવાત કરવામાં આવી હોવા છતાં કોઈ અધિકારી ગામમાં તપાસ માટે સુધ્ધા આવ્યા નથી. આ યોજનાનું પાણી ગામના સરપંચ અને તેમની હા માં હામી ભરતા વ્યક્તિઓ જ ઉપયોગ કરતાં જોવા મળ્યા છે. ગામમાં આવેલા મરખા ફાર્મમાં આ પાણી વપરાય છે પણ ગરીબ માણસની તરસ છીપાવી શકતું નથી. આ યોજના સરપંચ દ્વારા સરખી રીતે લાગુ કરવામાં ન આવતા ગામની મહિલાઓને પાણી લેવા ઘણી દુર સુધી જવું પડતું હોય છે.
આપણા બંધારણમાં અને લોકશાહીમાં ગ્રામ અને ગ્રામજનોના વિકાસ માટે સરપંચની નિયુક્તિ કરવામાં આવતી હોય છે પણ ગુજરાતના છેવાડે આવેલા આવા અંતરિયાળ ગામોમાં સરપંચ પોતાના ગ્રામ વિકાસ માટે મળતા રૂપિયા પોતાનું પેટ ભરવા માટે કરતાં હોય છે. અને આવા સરપંચ વિરુદ્ધ તાલુકા પંચાયતનું તંત્ર પણ કોઈ કડક પગલાં ભરતું નથી તો આવી સ્થિતિમાં લોકોની સુખાકારી માટે સરકાર દ્વારા લાવવામાં આવેલી યોજનાઓ ખરેખર પ્રજાહિતમાં હોય છે કે સરપંચના હિતમાં… સવાલ ગંભીર છે જો જવાબ ડાંગનું વહીવટીતંત્ર ન આપે તો… આ ભ્રષ્ટ તંત્રના કપડાં ઉતારી લેતાં આવડે છેનું ગ્રામજનો જણાવે છે.