ધરમપુર: હાલમાં 14 મી વિધાનસભાનું 10 મું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજરોજ ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદ પટેલને આવનારી 25 માર્ચના રોજ આદિવાસીના પ્રશ્નને વાચા આપવા બાબતે સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી

Decision Newsને મળેલી માહિતી મુજબ હાલમાં ચાલી રહેલા 14 મી વિધાનસભાના 10 માં સત્રમાં ગુજરાતમા આદિવાસી સમાજની અસ્મિતા ટકાવી રાખવા માટે આદિવાસી સમાજના પ્રશ્નોને વાચા આપવા માટે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી સમાજની જળ જંગલ અને જમીનની સમસ્યા, વિસ્તાપન અંગેની સમસ્યા, જેવી અનેક સમસ્યા 25 માર્ચના રોજ બજેટ સત્ર દરમિયાન આદિજાતિ વિભાગની માંગણીઓના દિવસે રજૂઆત કરવા બાબતે આવેદન આપવામાં આવ્યું. અને ધારાસભ્ય શ્રી અરવિંદ પટેલ દ્વારા પણ આદિવાસી સમાજની લાગણી અને માંગણી સરકાર સુધી પહોંચાડીશ એવી ખાત્રી આપવામાં આવી છે.

આ પ્રસંગે ધરમપુર તાલુકા આદિવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશ પટેલ, સામાજિક કાર્યકર હેમંત પટેલ મોટીઢોલ ડુંગરી અને ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ હાજર રહ્યા હતા.