નસવાડી: કવાંટના રૂમાડિયા ગામે આદિવાસીઓ દ્વારા વર્ષોથી ગોળ ફેરિયાના મેળાનો મેળો ભરાય છે. આદિવાસીઓ માટે હોળી મહત્વનો તહેવાર છે આદીવાસી વિસ્તારોના ગામેગામ મેળાઓનુ આયોજન કરાય છે. જેમાં તેઓ પોતાની માનતા પૂરી કરે છે જેના ભાગ રૂપે કવાંટ તાલુકાના રૂમાડીયા ગામે ગોળ ફેરીયાનો અનોખો મેળો યોજાય છે.

જુઓ વિડીયોમાં…

છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ માટે હોળીનો તહેવાર ખૂબ મહ્ત્વ ધરાવે છે તેઓ મજૂરી અર્થે ભારતના ગમે તે ખૂણે હોય પરંતુ હોળીએ તો માદરે આવી જાય છે. હોળીના તહેવારમા તેઓ વિવિધ રીતે ઉજવણી કરે છે અને હોળી પછી પાંચ દિવસ સુધી તેઓ મેળામા આનંદ અને ઉલ્લાસપૂર્વક ભાગ લે છે. આ વિસ્તારોમાં ચૂલનો મેળો,ભંગૂરીયાનો મેળો, ઘેરનો મેળો, તો ક્યાંક અનોખો ગોળ ફેરીયાનો મેળો યોજાય છે. જે લગભગ 2૦૦ વર્ષથી ભરાતો હોવાનુ અહીના લોકો જણાવી રહ્યા છે. જેમા જિલ્લાના મોટાભાગના આદિવાસીઓ આવે છે. જ્યારે કેટલાક આદિવાસીઓ પરંપરા જાળવવા માટે અવનવી વેશભૂષા ધારણ કરીને મેળાનો આનંદ લે છે. અહીના આદીવાસીઓઆ મેળાને લઇને ગામમા એકબીજામા એકતા ટકી રહેતી હોવાનુ માને છે.

રૂમાડીયા ખાતે યોજાતા ગોળ ફેરીયાના મેળામા એક માંડવો બનાવવામા આવે છે. જેના ઉપર એક સાગના લાકડાનું થડ વર્ષોથી રોપવામા આવે છે, જેના પર એક પાગડી (માંડવા પર બનાવવામા આવતુ ગોળ ફેરવવા માટેનું લાકડુ) બનાવવામા આવે છે. જે લોકોને માનતા પૂરી કરવી હોય તેઓ તેના પર એક દોરડાથી ગોળ ફેરી ફરે છે. જેમા એક ચોક્કસ ગોત્રના લોકો જ ફેરી ફેરવે છે અને તેઓની માનતા પૂરી કરે છે. રૂમાડીયા ખાતે ભરાતા ગોળ ફેરીયાના મેળામાં વિદેશી પર્યટકો પણ આવતા હોય છે. 200 વર્ષથી ભરાતા ગોળ ફેરિયા મેળો ભરાય છે તેવું સ્થાનિક લોકો સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું છે

રિપોર્ટર: નયનેશ તડવી નસવાડી