IPLની 15મી સિઝનમાં બે નવી ભાષાઓમાં કોમેન્ટ્રી પણ જોવા મળશે અને આ વખતે બ્રોડકાસ્ટર ડિઝની સ્ટાર નવી જોડાયેલી ગુજરાતની ટીમ માટે પ્રાદેશિક લોકોને જોડવા માટે પહેલીવાર ગુજરાતી ભાષામાં કોમેન્ટ્રી કરવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત આ વખતે આઈપીએલ (IPL) મહારાષ્ટ્રના પુણે અને મુંબઈમાં યોજાવાની છે માટે મરાઠી ભાષામાં પણ કોમેન્ટ્રી કરાશે.

ડિઝની સ્ટારના હેડ (સ્પોર્ટ્સ) સંજોગ ગુપ્તાએ જણાવ્યું કે આપણે બધા એ બતાવવા માંગીએ છીએ કે આ IPL છેલ્લી 14 IPLથી કેવી રીતે અલગ છે અને તેમાં નવીનતા શું છે. આ વખતે શનિવાર અને રવિવારે IPLમાં બંગાળી અને મલયાલમમાં કોમેન્ટ્રી થશે. આ સિવાય અમે આખી ટુર્નામેન્ટની કોમેન્ટ્રી મરાઠી ભાષામાં પણ કરીશું. આખી આઈપીએલ મહારાષ્ટ્રના પુણે અને મુંબઈમાં થઈ રહી છે. મહારાષ્ટ્ર જેટલું ક્રિકેટ જુએ છે તેટલું ભારતમાં અન્ય કોઈ રાજ્ય નથી જોતું. બજારના હિસાબે અને આ વખતે IPLમાં 74 મેચો મરાઠી ભાષામાં બતાવવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાતની ટીમ નવી આવી છે, તેથી અમે પહેલીવાર ગુજરાતી કોમેન્ટ્રી પણ કરી રહ્યા છીએ. સપ્તાહના અંતે ગુજરાતની તમામ મેચો અને પ્લે-ઓફ ગુજરાતી ભાષામાં થશે. આ ઉપરાંત, જેઓ હિન્દી કોમેન્ટરી સાંભળી રહ્યા છે તેઓને હિન્દીમાંથી ગુજરાતી ભાષામાં સ્વિચ કરવાની તક મળશે.

આ IPLમાં કોમેન્ટ્રી કરતાં સંદીપ પાટીલ, વિનોદ કાંબલી, અમલ મજુમદાર મરાઠીમાં હશે. નયન મોંગિયા, ઈરફાન પઠાણ, કિરણ મોરે અને ગુજરાતના લોકપ્રિય રોડીયો જાકીને પણ ગુજરાતી કોમેન્ટ્રી માટે જોડવામાં આવ્યા છે. હિન્દી કોમેન્ટ્રીમાં હરભજન, પીયૂષ ચાવલા, મુહમ્મદ કૈફ પણ જોવા મળશે.