વાંસદા: ગ્રામ્ય વિસ્તારની યુવા પેઢી પણ માં બાપના આદર ભૂલ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગતરોજ વાંસદાના કેલીયા ગામે હોળીના તહેવાર નિમિતે નવા કપડાં ખરીદવા માટે પિતા પાસેથી 2 હજાર માંગતા પિતાએ નહીં આપતા પુત્રએ કુહાડી માથામાં મારતા પિતાને ગંભીર ઇજા પોહચાડીયાની ઘટના પ્રકાશમાં આવી છે .

જયંતિભાઈ સોનુભાઈ ગાંવિતની પત્ની કહેવું છે કે વાંસદાના કેલીયા ગામના નીચલાં ફળિયામાં રહેતાં જયંતિભાઈ સોનુભાઈ ગાંવિત પત્ની અને પુત્ર સાથે રહીએ છીએ ત્યારે 13 માર્ચની સાંજે પુત્ર રાકેશ જયંતિભાઈ ગાંવિતે હોળીનો તહેવાર નજીક હોવાથી નવા કપડાં ખરીદવા પિતા પાસેથી રૂ. 2 હજાર માંગ્યા પિતાએ પુત્રને કહ્યું કે હાલ ઘરનું કામકાજ ચાલુ છે તો રૂપિયા નથી તું તારી મેળે રૂપિયા કમાઈને કપડાં લઈ લે અને તું તારી રીતે ગુજરાન ચલાવ. પિતાએ એમ કહેતા પુત્ર રાકેશ એકદમ ગુસ્સે થઇ જઇ પિતા સાથે ગાળાગાળી કરી તું મને પૈસા નહીં આપશે તો હું તને મારી નાંખીશ તેવી ધમકી આપી અને ઘરના ઓટલા ઉપર રાખેલ કુહાડી ઊંચકી પિતાના માથાના ભાગે જોરથી મારી દીધી હતી.

હાલમાં જયંતિભાઈ સોનુભાઈ ગાંવિતને સારવાર અર્થે વાંસદા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ઈજાગ્રસ્તની પત્ની ભાનકીબેન જયંતિભાઈ ગાવિની ફરિયાદ પર પોલીસે ઇ.પી.કો.કલમ 307, 504, 506 (2) તથા કલમ 135 મુજબ ગુનો નોંધી પુત્રને પકડી આગળની તપાસ શરૂ કરી છે. ફરિયાદને પગલે પુત્રને ઝડપી પાડ્યો હતો.