ડાંગ: આહવાના સાપુતારા પોલીસ મથકે ફરજ બજાવતા 30 વર્ષીય દીપકભાઈ કાશીરામ ભાઈ જગતાપ અગમ્ય કારણોસર આહવાના ટીમ્બર ડેપો નજીક આવેલા જંગલમાં શંકાસ્પદ રીતે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે સાપુતારા પોલીસ મથકે ફરજ બજાવતા દીપકભાઈ જગતાપની પત્ની પિયરમાં ડિલિવરીએ ગઈ હોય તેઓ એકલા આહવા ખાતે રહેતા હતા. સોમવારે આહવા બોરખેત માર્ગ ઉપર આવેલ ટીમ્બર ડેપો નજીકના જંગલમાં વૃક્ષ પર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધેલી અવસ્થામાં ગ્રામજનોને જોવા મળ્યા હતા. લોકો જણાવે છે કે જે હાલતમાં લાશના દ્રશ્યો સામે આવ્યા હતા તે જોતા હત્યા થયા હોવાની શંકા લાગી રહી છે.
હાલમાં આહવા પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતક પોલીસ જવાન દીપકભાઈની લાશનો કબજો મેળવી સગા સંબંધીઓને જાણ કરી પી.એમ.માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આ શંકા ઉપજાવનારી આપઘાતની ઘટના વિષે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)