કપરાડા: ગતરોજ કપરાડાના પીપલસેત ગામથી સવારે દસ કલાકે વાપી ડેપોની બસ નીકળી વાપી ડેપો ખાતે મુસાફરો ભરીને જઈ રહેલી ટ્રક સાથે અકસ્માત નડયાની ઘટના ઘટિત થવા પામી છે રાહતની વાત છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ કપરાડાના પીપલસેત ગામથી સવારના સમયે બસ નીકળી મુસાફરો ભરીને વાપી જઈ રહેલી બસને નાસિક પેઠ થઈને વાપી જતી ટ્રક નંબર MH11 AL 5465 ના ચાલકે આગળ ચાલતી બાઈક બચાવવા જતા બસ નંબર.GJ-18-Z-3799ને પાછળથી જોરદાર ટક્કર મારતા બસ ડિવાઇડર કૂદીને રોંગ સાઇડે રોડની સાઇડે ઉતરી ગયાની ઘટના બની હતી.
હાલમાં મળેલી માહિતી મુજબ બસના કોઈપણ મુસાફરોને કોઈ ઈજા થઇ નથી ઉલ્લેખનીય છે કે કપરાડાના કુંભઘાટ ઉપર ઘણા અકસ્માતોના બનાવો બન્યા હોવા છતાં આ મામલામાં જવાબદાર તંત્રએ આ અકસ્માતોને અટકાવવા કોઈ પણ પગલાં લીધા હોય એવું જાણવામાં આવ્યું નથી એમ સ્થાનિક લોકોનું કહેવું છે.

