કપરાડા: આજરોજ તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારીની હાજરી વચ્ચે સભાખંડમાં યોજાઈ હતી. જેમાં તા.પ નું 2021-22 ના વર્ષ માટેનું સુધારેલ અંદાજપત્ર અને 2022-23ના વર્ષ માટેનું વાર્ષિક અંદાજપત્રક રજૂ કરાયું હતું ઉપરાંત 2022.23 માટેનું રૂ. 177. 8585409 કરોડનું અંદાજ પત્રક રજૂ થયું હતું.
15મુ નાણાપંચ (તાલુકા કક્ષા) અને 2020-21 ના કામોની ફેર દરખાસ્ત કરવા મનરેગાનું નાણા કીય વર્ષ 2022-23નું લેબર બજેટ મજૂર કરવા, અને વિકાસના વિવિધ પ્રકલ્પોની ચર્ચા વિચારણા કરવામા આવી હતી. સભાની મહત્વની બાબત એ રહી કે સિલધા બેઠકના કોંગ્રેસના સભ્ય ઈશ્વરભાઈ તુંમડાએ કપરાડામાં લાયબ્રેરી બનાવવાની દરખાસ્ત મૂકી હતી જેને લઈ અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને ઉપયોગી થઈ શકે. જેને સત્તાધારી ભાજપના તમામ સભ્યોએ સ્વીકારી હતી. સભા શાંતિ પૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી.
પ્રમુખ મોહન ગરેલે પત્રકારોને જણાવ્યું કે સભા દરમિયાન 2022.23 માટેનું રૂ. 177. 8585409 કરોડનું અદાજ પત્રક રજૂ કરાયું હતું. સભા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. સભામાં વિરોધ પક્ષના સભ્ય દ્વારા કપરાડા ખાતે લાયબ્રેરી બનાવવા માટેની દરખારત કરાઈ હતી જે માન્ય રાખી આવનારા સમયમાં 15 માં નાણાંના સભ્યોના અનુદાન દ્વારા લાયબ્રેરીનું નિર્માણ કરાશે.