સુરત: આ વર્ષે હોળીના પર્વમાં લાકડા બાળવાને બદલે પર્યાવરણને પ્રદુષણ મુક્ત રાખવા માટે સુરત પાંજળાપોળ દ્વારા અનોખી પહેલ કરવામાં આવનાર છે જેમાં આ વખતની હોળી ગાયના ગોબરમાંથી બનાવવામાં આવેલી સ્ટીકને બાળીને કરાશે.
હોળીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પર્યાવરણલક્ષી હોળી ઉજવવા માટે સુરત પાંજરાપોળમાં તૈયારીઓ થઈ રહી છે. સુરતમાં તરછોડાયેલી ગીર ગાય સહિતની ગાયોના છાણમાંથી 17000 કિલો ગૌ-કાષ્ટ બનાવવામાં આવી છે જેથી વાતાવરણને નુકશાનકારક ન પોહચે, હજારો વૃક્ષોને કપાતા બચાવી શકાય એ હેતુથી અને ગૌ માતા સમાજમાં જાગૃતતા પણ આવી છે.
આ પહેલનો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે લોકો આ પહેલને અપનાવવા માટે જણાવી રહ્યા છે જો આ વર્ષે આ પ્રકારે હોળીનું દહન થાય તો લાખો ટન વૃક્ષો કપાતાં બળતા જશે.

