સુરતઃ ઓનલાઇન ગેમમાં ૩૦ લાખ દેવું થઇ જવાના કારણે સુરતના અડાજણમાં રહેતા અને 14 દિવસ પહેલા જ પિતા બનેલા યુવાને આપઘાત કરી લેવાની ઘટના બહાર આવી છે હાલમાં યુવાનના પરિવારમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ અડાજણ વિસ્તારમાં પાલ રાજ કોર્નરની ગલીમાં સુડા આવાસમાં રહેતા સાગર કિશોરરાવ ત્રિકાંડી પત્ની અને દીકરી સાથે કંપનીમાં નોકરી જીવન ગુજરાન કરતો હતો તેણે ગતરોજ રાત્રે ઓનલાઇન ગેમમાં ૩૦ લાખ દેવું થઇ જવાના કારણે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો આ ઘટનાને પગલે પરિવાર શોકમગ્ન અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પોલીસને આ બાબતે જાણકારી મળતા જ ત્ત્વરિત ઘટના સ્થળ પર પોહચી હતી અને ઘટના સંદર્ભે તપાસ પ્રક્રિયા શરુ કરી હતી. પોલીસને યુવાનની હાથે લખેલી સુસાઇડ નોટમાં પોલીસને મળી આવી છે જેમાં લખ્યું છે કે હું સાગર ત્રિકાંડે મારી જાતે આત્મહત્યા કરૂ છુ. મારા પર કોઈ જોર જબરદસ્તી નથી. મે મારા જીવનની એટલી મોટી ભૂલ કરી છે કે કઈ કરી શકતો નથી. હું જુગારમાં ઓનલાઈન કેસીનોમાં 30 લાખ રૂપિયાનું દેવું કરી બેઠો છું એટલે હું આત્મહત્યા કરૂ છું. પોલીસ દ્વારા આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.