કપરાડા: આજરોજ કપરાડા ખાતે આગામી પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ ના વિરોધમાં મહારેલીનુ આયોજન અક્ષા હોટલની સામેનું મેદાન, કપરાડા ખાતેના આયોજનના ભાગરૂપે કપરાડા સર્કિટ હાઉસ ખાતે આદિવાસી સમાજના આદિવાસી ધારાસભ્યશ્રી અનંત પટેલ, સામાજિક આગેવાન રમેશભાઈ પટેલ, કમલેશ પટેલ સહીત આગેવાનોએ આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

અનંત પટેલએ આગેવાનોને કહ્યું કે આપણા હક અને અધિકાર ની લડાયમાં તમામ એ મત ભેદ ભૂલી એક જૂથ થઈને આદિવાસી સમાજને સહકાર આપવા અનુરોધ કર્યો અને આખા ગુજરાતના આદિવાસી સમાજના હિતેશું ઓ જોડાશે ની વાત કરી કહેવામાં આવ્યું કે આદિવાસી સમાજના આપણા લોકો એવુ વિચારે છે કે આમાં અમારું કાઈ નથી જવાનું પણ આજે એમનો વારો છે તો કાલે આપણો જેથી એક જુથ થઈ સહકાર આપવાની વાત કરી હતી. જુઓ વિડીયો…

સામાજિક આગેવાન રમેશભાઈ ભાઈ દ્વારા બંધારણમાં આપેલ અધિકારોની વાત કરી અને દરેક ગ્રામ પંચાયતોમાં પેસા કાનૂન લાગુ કરવા અંગેની માહિતી આપી જ્યારે કમલેશભાઈ દ્વારા પણ ધરમપુરથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યોદ્ધાઓ જોડાશે ની વાત કરી હતી. જ્યાં સ્થાનિક આદિવાસી આગેવાનોએ પણ આગામી 21/03/22 એ હક અને અધિકારની લડાયને સફળ બનવવા બાંહેધરી આપી હતી.