વલસાડ: ગતરોજ વલસાડ ડિવિઝનમાંથી એસટી વિભાગ દ્વારા વડાપ્રધાનના અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં 140 બસોની ફાળવણી થતા પરિણામે ગામડાઓના મુસાફરોને અટવાયા હોવાનું સામે આવ્યું છે ત્યારે ખાનગી વાહનોની કમાણીમાં એક દિવસ માટે વધારો થયો હતો.
સરકારી કાર્યક્રમના કારણે એસટીમાં મુસાફરી કરતા લોકોએ હાલાકી ભોગવવી પડે એ કેટલા પ્રમાણમાં ઉચિત છે એ એક વિચારશીલ પ્રશ્ન છે ઉલ્લેખનીય છે કે ગતરોજ અમદાવાદમાં પીએમ નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા ગુજરાત પંચાયત મહાસંમેલનમાં ભાગ લેવા વલસાડ જિલ્લામાંથી 382 ગ્રામપંચાયતોના સરપંચો, ઉપરસરપંચો, સભ્યો, જિલ્લાની 6 તાલુકા પંચાયતોના સભ્યો, પ્રમુખો,ઉપપ્રમુખ સહિત 3 હજાર સદસ્ય કાર્યકરોનો કાફલો પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પંચાયત મહાસંમેલનમાં ભાગ લેવા 61 એસટી બસમાં ગુરૂવારે જ રવાના થઇ ગયા હતા.
આ ગુજરાત પંચાયત મહાસંમેલનના કારણે વલસાડ જિલ્લામાં મુસાફરી માટે અગવડતા સર્જાય હતી જેના કારણે જેથી મુસાફરોમાં રોષ ફેલાયો હતો.

