ડાંગ: પ્રકૃતિના સાનિધ્યમાં વસેલા ડાંગ જિલ્લામાં આકસ્મિક બનાવો થામાંવાનું નામ નથી લઇ રહ્યા ત્યારે ફરી એક વખત માલેગામ શામગહાન માર્ગમાં શોર્ટ સર્કિટનાં પગલે પીકઅપ વાન બળીને ખાખ થઈ ગઈ ગયાની ઘટના સામે આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ શામગહાન વચ્ચેનાં માર્ગમાં શોર્ટ સર્કિટનાં પગલે માલસામાનનો જથ્થો ભરેલ પીકઅપ વાનમાં આકસ્મિક આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાને શરૂવાતથી જોઈએ તો ગતરોજ સુરતથી માલસામાનનાં બોક્ષ ભરી નાસિક તરફ જઈ રહેલ પીકઅપ વાન જેમાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ નજીક આકસ્મિક આગ લાગતા સ્થળ પર પીકઅપ વાન સહિત માલ સામાનનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.

ઘટના સ્થળ પર પીકઅપમાં ભયાનક આગ લાગતા ધુમાડાનાં ગોટેગોટા ઉડતા ત્યાંથી પસાર થઇ રહેલા વાહનચાલકોમાં અફરાતફરી મચી જવા પામી હતી પીકઅપ ચાલકની સુઝબુઝના કારણે જાનહાનિ ટળી હતી. આ ઘટના અંગે સાપુતારા પોલીસે વધુ તપાસ કરી રહી છે.