ફરી એક વખત પ્રેમીપંખીડાએ પરિવારજનો સાથે જીવવા-મરવાના કૌલ પુરા થવા નહીં દયે તેમ જણાતાં મધરાત્રે ઝાડ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લેવાની ઘટના બહાર આવતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

મળેલી માહિતી મુજબ મહેસાણા તાલુકાના નુગર ગામમાં એક જ મહોલ્લામાં રહેતા અને શેઢા પાડોશી ચેતન અને મનીષા વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમસબંધ બંધાયો હતો પરંતુ તેમના પરિવારને જાણ થતા તેઓએ વિરોધ કરી સમાજના આગેવાનોની મધ્યસ્થીથી બન્ને પરિવારોઓ સમાધાન કરી ચેતન અને મનીષાએ એકબીજાને મળવું નહીં તેવું નક્કી કર્યું હતું. ત્યારબાદ અરવિંદજી ઠાકોરે પોતાની પુત્રી મનીષાની અન્યત્ર સગાઇ કરી નાખતા બન્ને પ્રેમી પંખીડાઓને સમાજ એક નહીં થવા દયે તેમ જણાતા મંગળવારે રાત્રે પરિવારજનો સુઇ ગયા બાદ મધરાત્રે ઘેરથી નિકળી ઝાડ પરલટકી ગળાફાંસો ખાઇ લીધો હતો

સવારે કસરત કરવા નીકળેલા યુવાનોએ ઝાડ પર યુવાન અને યુવતીની લાશ લટકતી જોઈ અને તેમણે સરપંચને જાણ કરી તથા સરપંચ દ્વારા પોલીસ જાણ કરવામાં આવી હતી. પોલીસ જાણ થતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ આપઘાતને શંકાસ્પદ જોવા આવી રહ્યો છે ત્યારે આ પ્રકરણમાં જો પોલીસ ઉંડી તપાસ કરે તો કદાચ નવા સમીકરણો બહાર આવવાની શકયતા નકારી શકાય નહી. હાલમાં ચેતન અને મનીષાના મૃતદેહનું પી.એમ. કરાવી PSI પટેલે વધુ તપાસ હાથ ધરી છે.