ડાંગ: દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાની ઐતિહાસિક ગાથાઓ ધરાવતો ‘ડાંગ દરબાર’. ડાંગ જિલ્લાનો ઈતિહાસ પોતાનામાં અનોખો રહ્યો છે. સૌથી પહેલો ડાંગ દરબાર ઈ.સ 1894 માં ધુલિયામાં ભરવામાં આવ્યો. ત્યાર બાદ ઈ.સ 1900 ના મે મહિનામાં વઘઇ ખાતે આ દરબાર ભરવામાં આવ્યો. ત્યાર બાદ ઈ.સ 1904 થી આહવા ખાતે દરબાર ભરાય છે અને આજે પણ આ પરંપરા ચાલું જ છે.

ઈ.સ ૧૯૪૨ સુધી ડાંગ જિલ્લાનો વહીવટ રાજાઓ અને નાયકો સંભળતા હતા, એ જ વર્ષમાં ડાંગ જિલ્લાના જંગલના પટ્ટાઓ બ્રિટિશરોને સોંપવામાં આવ્યા હતા. ભીલ રાજાઓ અને નાયકોને પટ્ટાના હક્ક તરીકે અને પછી વાર્ષિક વર્ષાસનના સ્વરૂપ આપવાની થતી રકમ દર વર્ષે ભીલ રાજાઓ, નાયકો, તેમના મિત્રો, પોલીસ પટેલોને, દરબારીઓને ડાંગ દરબાર ભરીને આપવામાં આવતી હતી.

ડાંગ દરબારના દિવસે અહીના આદિવાસીઓ ગંગાનદીને કિનારે સર્પ પૂજા કરવા જાય છે. એક દંતકથા પ્રમાણે રામાયણમાં વર્ણિત દંડકારણ્યનો વિસ્તારએ આ વિસ્તાર છે. આને હોળીની સાથે ઉજવવામાં આવે છે. ડાંગ દરબાર એટલે આદિવાસીનો મેળો.

ડાંગ દરબારનો મેળો દર વર્ષે આવે છે. આને ત્રણ દિવસીય વાર્ષિક સાંસ્‍કૃતિક તહેવાર પણ કહેવામાં આવે છે. આને હોળીની સાથે ઉજવવામાં આવે છે. અને નામ પરથી જ ખબર પડી જાય છે કે, આ મેળો ડાંગ જિલ્‍લામાં આયોજીત કરવામાં આવે છે. તે ગુજરાતના રમણીય સાપુતારાના પહાડોમાં આવેલ છે. અહી ડાંગ જનજાતિ, જંગલી ક્ષેત્રો, સાપુતારા અને ડાંગ દરબારના સ્થાનિક લોકોનો આ એક વિશિષ્‍ટ તહેવાર ઉજવવામાં આવે છે, જેને તેઓ હોળી પહેલા ઉજવે છે અને તેનું ચોક્કસ સ્થળ આહવા છે.

ડાંગ દરબાર મેળો ભરવાની શરૂઆત આજકાલની નહી પંરતુ બ્રિટીશ શાસન વખતથી અમલ થયાનું મનાય છે. તે સમયે અહીં આજુબાજુના દરબારો કે રજવાડાઓ રાજવીઓનો દરબાર ભરાતો હતો. અને આઝાદી પછી પણ આ તહેવારની ઉજવણી ચાલુ જ રખાઈ છે. અહીં દરેક લોકો સિંહ ક્ષેત્ર કે એક વેસ્‍ટકોટ અને રંગીન પાઘડી પહેરીને એક બીજાને શુભેચ્‍છા પાઠવે છે. સ્‍ત્રીઓ અહીં સાડી અને બ્‍લાઉઝમાં ભારી ચાંદીના ઘરેણા પહેરીને આવે છે. અહીંના કાર્નિવલ મેદાનની જમીન પર વેપારીઓ પોતાની વસ્‍તુઓ વહેંચવા માટે આવેતા હોય છે. આ ત્રણ દિવસીય તહેવાર દરમિયાન લોકનૃત્‍ય, રાસ-ગરબાના કાર્યક્રમો, ગીત અને નાટકના કર્તબો કરવામાં આવે છે. અહીં દુલ્‍હન અને વરરાજાની શોધ માટેનો મંચ પણ હોય છે.

AG ન્યૂઝના રીપોર્ટમાં નોંધ્યા અનુસાર ડાંગ જિલ્લાનાં લોકનૃત્યોમાં મુખ્યત્વે ડાંગ નૃત્ય,ભાયા નૃત્ય,માદળ નૃત્ય અને ઠાકર્યા નૃત્યનો સમાવેશ થાય છે.જેમાં મનોરંજન માટે ડાંગ નૃત્ય તથા માદળ નૃત્ય અને ભકિત ભાવના વ્યકત ક૨વા માટે ભાયા તથા ઠાકર્યા નૃત્યો ક૨વામાં આવે છે. ડાંગી પ્રજાનાં મુખ્ય વાદ્યોમાં થાળી,પાવરી કે જે ગાય કે બળદનું શીંગડુ (શીંગડું ન મળે તો તાડપત્રનો ઉપયોગ થાય છે) બે વાંસળી અને સૂકી દૂધીનું બનાવવામાં આવે છે. તે તથા ઢોલક,માદળ તેમ જ યઢાક કે ઢાંકાનો સમાવેશ થાય છે.

ડાંગ દરબારમાં આપણને આદિવાસી પ્રજાની રહેણી-કરણી, વેશભૂષા અને તેમની અનોખી સંસ્કૃતિના દર્શન થાય છે. દરબારમાં પ્રકૃતિમાંથી બનાવેલ સંગીત વાદ્યો દ્વારા વિવિધ નાચગાન રજુ કરવામાં આવે છે. પ્રખ્યાત નૃત્યુ ડાંગી ડાન્સમાં સ્રીઓ પુરુષો જોડે નાચ કરતા હોય જે નાચ આદિવાસી પ્રજાની એકતાને પ્રદર્શિત કરે છે. તો જો તમે અહી ગયા ન હોવ તો એક વાર ચોક્કસ જજો. તેમને એટલો અદ્ભુત અનુભવ થશે કે તમે તેને ક્યારેય ભૂલી નહિ શકો.

BY દિનકર