નર્મદા: આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દેશ ભરમાં મહિલા સુરક્ષા દિવસની ઉજવવામાં આવી રહ્યા છે રાષ્ટ્રીય લોક અધિકાર મંચ દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધીને ડેડીયાપાડા પ્રાન્ત અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
રાજ્યની સમગ્ર ગુજરાતમાં જુદી-જુદી જગ્યાએ મહિલાઓને સુરક્ષા હોતી નહીં તે પૂરી પાડવામાં આવે જેમકે કેવડીયામાં મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવેલ છે. એમની યોગ્ય તપાસ હાથધરીને ન્યાય આપવા આવે. ભરૂચ જીલ્લાના સરભાણ ગામમાં બાળકીની હત્યા, કામરેજમાં મહિલાની હત્યા, દેડિયાપાડા તાલુકામાં રેપ કેસ જેવા અમાનવીય બનાવો બનતાં હોય છે તેમજ નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગામોમાં અને સાગબારા તાલુકાના ગામોમાં ઘરો સળગી જાય છે. એવા આગામી વર્ષોમાં પાણ આવા અવાર નવાર ધટનાઓ બનેછે. તેથી ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં આવતા દરેક પંચાયતમાં ફાયર બિગ્રેડની ટીમ મુકવામાં આવે. જેથી લોકોના ઘરો સળગતા બચે અને ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના ગામોમાં પાકા રસ્તાઓનું બાંધકામ તેમજ હોસ્પિટલમાં સારી સુવિધા, દરેક ગામડાઓમાં લાઇબ્રેરી, સારી સ્કુલો, તેમજ વિદેશી દારૂનો ખુલ્લેઆમ ચાલતાં ધંધા, ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના ગામોમાં તાપી ડેમ, નર્મદા ડેમ, કરજણ ડેમમાંથી ખેતી કરવા અને પીવા માટે પાણી આપવામાં આવે. નહેર થકી લોકોને પાણી આપવામાં આવે.
આ ઉપરાંત પાર તાપી-નર્મદા નદી જોડાણ યોજનાથી ડાંગ, ધરમપુર, તાપી, અને નર્મદા જીલ્લાના ગામો વિસ્થાપિત થાય છે. તેથી આ યોજના પર પ્રતિબંધ મુકવામાં આવે. કેમ કે નર્મદા, કરજણ, તાપી (ઉકાઈ), કદાણા વગેરે ડેમોમાં આદિવાસી સમાજના લોકોનું વિસ્થાપન થયેલું છે, જે ઘરના લોકો વિસ્થાપિત થયા છે એ લોકોનું જીવન હજુ સુધી સુધારો થયો નથી. એ વિસ્થાપિત લોકોને સુવિધાઓ તેમજ ન્યાય આપવામાં આવે. તેવુ રાષ્ટ્રીય લોક અધિકાર મંચના નર્મદા જિલ્લાના પ્રમુખ જેસીંગભાઇ વસાવા તાલુકા પ્રમુખ ડૉ. અશ્વિન વસાવા સંગઠન મંત્રી અર્જુન વસાવા મહિલા પ્રમુખ સર્મિલાબેન વસાવા દ્રારા ગુજરાતના રાજ્યપાલને સંબોધીને ડેડીયાપાડા પ્રાન્ત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ‘મહિલાઓની સુરક્ષાની સરકાર મોટી મોટી વાતો કરે પરંતુ લોકડાઉન સમયે કેવડિયામાં મહિલાઓને ખુલ્લેઆમ મારવામાં આવતી હતી’. ડો.અશ્વિન વસાવા
BY નયનેશ તડવી

