પારડી: મહિલાઓના અધિકારોના આંદોલનની યાદ અપાવવા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારીના ઉત્કર્ષ માટે લોક જાગૃતિ લાવવા જન શિક્ષણ સંસ્થાન વલસાડ દ્વારા ગતરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પારડી ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ કાર્યક્રમમાં અર્ચના બેન દેસાઈ ડો આશાબેન ગોહિલ મિત્તલ બેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મહિલાને મળવા પાત્ર હક્કો મહિલાઓની વર્તમાન પરિસ્થિતિ, મહિલાઓની ફરજો તથા મહિલાઓની જાગૃતિ વિષે વગેરે મુદ્દાઓ પર સંવાદ કરવામાં આવે છે આ કાર્યક્રમમાં ખુબ જ મોટો સંખ્યામાં તાલીમર્થી બેહેનો સહભાગી બની હતી તેમજ મેકઅપ આર્ટીસ્ટ દ્વારા દુલ્હન શૃંગાર હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે 1910માં ‘ઈન્ટરનેશનલ એશિયા લિસ્ટ વુમન કોન્ફરન્સ’ દ્વારા કરવામાં આવ્યું અને રશિયામાં વર્ષ 1917માં મહિલાઓને મત્તાધિકાર અપાયો હતો. ત્યાર બાદ રશિયામાં 8 માર્ચનો દિવસ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. ભારતમાં 8 માર્ચના દિવસે ભારત સરકારના મહિલા અને બાળવિકાસ મંત્રાલય તરફથી “નારીશક્તિ એવોર્ડ” એનાયત થાય છે. 8 માર્ચ, 2022 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટેની સંયુક્ત રાષ્ટ્રની થીમ “ટકાઉ આવતીકાલ માટે આજે લિંગ સમાનતા” છે.

