ગુજરાત: ગુજરાતમાં ભારતના હવામાન વિભાગ દ્વારા 10 માર્ચ સુધી વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 11 માર્ચથી હવામાન ચોખ્ખું રહેશે અને તડકો જોવા મળશે. જેના કારણે ગરમીનો પ્રકોપ જોવા મળશે. ચાલો જાણીએ કે ગુજરાતના મુખ્ય કયા જિલ્લાઓમાં વરસાદ પડશે કે ગરમી…
ઉલ્લેખનીય છે કે ગરમીની શરૂઆત તો ગુજરાતમાં થઇ ગઈ પણ રાજ્યના હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં પૂર્વ અને દક્ષિણ-પૂર્વ ગુજરાતમાં અતિ સામાન્ય વરસાદ પડશે. અમદાવાદમાં મહત્તમ 36 અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. આછું વાદળછાયું વાતાવરણ રહેશે. સુરતમાં મહત્તમ 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. અહીં પણ આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. વડોદરામાં મહત્તમ 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની શક્યતા છે. આકાશમાં વાદળો હશે. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેવાની સંભાવના છે. વાદળછાયું વાતાવરણ રહેશે.
આગાહી મુજબ માર્ચમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં ધોમધખતો તાપ જોવા મળશે. રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં એપ્રિલ, મેમાં કાળઝાળ ગરમી પડશે.

