ગુજરાત: ગુજરાતના લાખો પશુપાલકો માટે માઠા ખબર એ છે કે ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અમૂલ દૂધના છાશ અને દહીંમાં ભાવ વધારા બાદ હવે અમુલ દ્વારા આગામી 11 માર્ચથી પશુદાણમાં પણ વધારો કરવામાં આવનાર છે.
અમુલ ન્યુટ્રી ગોલ્ડ 50 કિલો દાણના ભાવ 135 જેટલો વધ્યો, જ્યારે અમુલ ન્યુટ્રી રિચ 50 કિલોમાં 200 રૂપિયાનો વધારો, આગામી 11 માર્ચથી થશે નવો વધારો લાગુ થશે જેની સીધી અસર પશુપાલકોને પડશે. ઉલ્લેખનીય છે કે અમૂલ દ્વારા છાશ અને દહીંનો ભાવ વધારો સૌથી મોટો ફટકો ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને પડવા જઇ રહ્યો છે. હવે ટૂંક સમયમાં આઈસ્ક્રીમના ભાવોમાં વધારો કરવામાં આવી શકે છે.
ભાવ વધારાની અસર નાના શહેરોથી લઇને અમદાવાદ, સુરત, મુંબઇ, દિલ્હી જેવા મોટા શહેરોમાં સહિત સમગ્ર દેશમાં જોવા મળશે. અમુલે પશુપાલકોને અપાતી કિંમતોમાં પણ વધારો કર્યો હતો પ્રતિ કીલો ફેટે પશુપાલકોને રૂ.35ને સ્થાને રૂ40 આપવાનો નિર્ણય કરાયો હતો. હવે આ ભાવ વધારાના મામલામાં પશુપાલકો શું પ્રતિભાવ આપશે એ જોવું રહ્યું.

