ધરમપુર: કહેવાય છે કે “એક સફળ સ્ત્રી તે છે જે અન્ય લોકોએ તેના પર નાખેલી ઈંટોથી મક્કમ પાયો બનાવી શકે છે.” તેવી જ રીતે આજના કાર્યક્રમમાં મહિલા દિવસના દિવસે મહિલાઓનું પુષ્પ થી સ્વાગત કરી મહિલા દિવસ વિશે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 8 માર્ચના રોજ “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે.

મહિલાઓના અધિકારોના આંદોલનની યાદ અપાવવા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ દિવસની ઉજવણીનો અન્ય હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારીના ઉત્કર્ષ માટે લોક જાગૃતિ લાવવાનો છે. 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા માટે સૌપ્રથમ સૂચન વર્ષ 1910માં ‘ઈન્ટરનેશનલ એશિયા લિસ્ટ વુમન કોન્ફરન્સ’ દ્વારા કરવામાં આવ્યું હતું. રશિયામાં વર્ષ 1917માં મહિલાઓને મત્તાધિકાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ રશિયામાં 8 માર્ચનો દિવસ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. ભારતમાં 8 માર્ચના દિવસે ભારત સરકારના મહિલા અને બાળવિકાસ મંત્રાલય તરફથી “નારીશક્તિ એવોર્ડ” એનાયત થાય છે. 8 માર્ચ, 2022 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટેની સંયુક્ત રાષ્ટ્રની થીમ “ટકાઉ આવતીકાલ માટે આજે લિંગ સમાનતા” છે.

આજના દિવસ માહિતી આપી, નારી તુ નારાયણી છે તેના વિશે, મહિલાઓની સુરક્ષા અંગે કાયદા વિશે સમજૂતી, મહિલાઓની યોજના વિશે એવા ઘણા બધા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવ્યું. સાથે સાથે બહેનોને જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર અને ધી લેડી વિલ્સન મ્યુઝીયમની મુલાકાત દરેક મહિલાઓ લીધી. મહિલા દિવસ નિમિત્તે વિધવા બહેનો, દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી સીવણ અને પાર્લર વર્ગની તાલીમાર્થી બહેનો, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર અધિકારીશ્રી શ્રી અશોકભાઈ, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર એજ્યુકેશન અધિકારીશ્રી શ્રી પ્રજ્ઞેશભાઈ,ધી લેડી વિલ્સન મ્યુઝીયમના મુખ્ય અધિકાર શ્રી ડૉ. ઇન્દ્રાવત્સબેન, બરૂમાળ ગામના સરપંચશ્રી મિતલબેન, દીપ વિચારક ચેરીટેબલ ટ્રસ્ટ બારોલીયા સ્થાપકશ્રી યોગિનીબેન, અંકિતબેન, દિવાળીબેન ટ્રસ્ટના સંયોજક વિમલભાઈ હાજર રહ્યા.

આ કાર્યક્રમમાં દીપ વિચારક ચેરીટેબલ ટ્રસ્ટ, બારોલીયા , લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ,ખોબા અને જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના સહકારથી આ મહિલા દિવસની ઉજવણી સફળ બનાવી. આભાર