ડાંગ: ગતરોજ પાર તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને લઈને ડાંગના દાબદર ડેમ પેકી સંભવિત ગામ નડગખાદી, ઢાઢરા, ભવાડી તેમજ ચિકાર ડેમનું બાજ, સુસરદા ગામ મળી કુલ 5 ગામોની રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા.

પાર તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને લઈને ડાંગના જાગૃત યુવાનો દ્વારા  ગ્રામ જનોને DPR ની સમજણ, મોટા ચેક ડેમ, વિયર અને બેરેજની માહિતી આપવામાં આવી રહી છે આ યોજના કારણે સામાજિક, આર્થિક, પ્રાકૃતિક રીતે થનારા નુકશાન વિષે જણાવ્યું હતું.

આ ઉપરાંત આ પ્રોજેક્ટ કઈ રીતે કાયદાકીય રીતે સંગઠિત થઇ કેવી રીતે લડવાનું એટલે કે વિરોધ કરવાનો છે એ બધા વિષે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. રાત્રી સભામાં હાજર  લોકોનો જોમ અને જુસ્સો જોઈ ખરેખર એવું લાગે છે કે સમાજ હવે પોતાના હક્ક અને અધિકારો મુદ્દે જાગૃત થઇ રહ્યો છે.