આપણે ત્યાં અને વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને તેની ઉજવણી ક્યારે શરૂ થઈ? અને શા માટે દર વર્ષે 8 માર્ચને મહિલા દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો.

મહિલા દિવસની ઉજવણીનો વિચાર ક્લારા ઝેટકીન નામની મહિલાને આવ્યો હતો. તેણીએ જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી શરૂ કરી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની વાત કરવામાં આવે તો.. 1908 માં મજૂર ચળવળ પછી જ શરૂ કરવામાં આવી હતી. ન્યૂયોર્કની મહિલાઓએ તેમના કામકાજના કલાકો ઘટાડવા તેમજ વેતન વધારવાની માંગ કરી હતી. મહિલાઓની હડતાળ એટલી સફળ રહી કે ત્યાંના સમ્રાટ નિકોલસને પદ છોડવું પડ્યું અને વચગાળાની સરકારે મહિલાઓને મત આપવાનો અધિકાર આપ્યો. આ મહિલાની સફળ ચળવળ બાદના વર્ષને અમેરિકાની સમાજવાદી પાર્ટીએ આ દિવસને રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કર્યો.

શા માટે 8 માર્ચ.. 1917 માં પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન, 28 ફેબ્રુઆરીએ, રશિયાની મહિલાઓએ બ્રેડ એન્ડ પીસની માંગ કરી. ગ્રેગેરિયન કેલેન્ડરમાં આ દિવસ 8 માર્ચ હતો અને ત્યારથી 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનું શરૂ થયું. ઘણા દેશોમાં, મહિલાઓના સન્માનમાં રજા ઉજવવામાં આવે છે અને આ દિવસે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

વિચારનું મૂળ.. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો વિચાર 1910 માં કોપેનહેગનમાં કામ કરતી મહિલાઓની આંતરરાષ્ટ્રીય પરિષદ દરમિયાન ક્લારા ઝેટકીન દ્વારા આપવામાં આવ્યો હતો. તે કોન્ફરન્સમાં 17 દેશોમાંથી 100 મહિલાઓ હાજર રહી હતી. બધાએ આ સૂચનને સમર્થન આપ્યું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સૌ પ્રથમ વર્ષ 1911માં ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં ઉજવવામાં આવ્યો હતો. યુનાઈટેડ નેશન્સે વાર્ષિક થીમ સાથે ઉજવણી કરવાનું શરૂ કર્યું ત્યારે 1975માં મહિલા દિવસને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી.

ક્લારા ઝેટકીન છે કોણ.. ક્લારા ઝેટકીનનો જન્મ 5 જુલાઈ 1857ના રોજ જર્મનીમાં થયો હતો. 1910માં સમાજવાદી ઈન્ટરનેશનલની કોપેનહેગન કોન્ફરન્સમાં જર્મન સામ્યવાદી ક્લારા ઝેટકીનના જોરદાર પ્રયાસોથી, પરિષદે મહિલા દિવસને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપ્યું અને આ દિવસે જાહેર રજાની માંગણી કરી.

તેમના પિતા ગોટફ્રાઈડ આઈસનર એક સ્કૂલમાસ્ટર હતા અને માતા જોસેફાઈન વિટાલે ફ્રેન્ચ વંશના ઉચ્ચ શિક્ષિત મહિલા હતા. સમાજવાદી વિચારોના પ્રભાવ હેઠળ ક્લારા અભ્યાસ દરમિયાન આવ્યા હતા. પછી 1878 માં, જ્યારે બિસ્માર્કે જર્મનીમાં સમાજવાદી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો, ત્યારે ઝેટકીન 1882 માં ઝ્યુરિચ અને પછી પેરિસ ગયા. ત્યાં તેમણે પત્રકાર અને અનુવાદક તરીકે કામ કર્યું. પેરિસમાં, તેમણે સમાજવાદી આંતરરાષ્ટ્રીય જૂથનો પાયો નાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.