વલસાડ: જતન ચેરીટેબલ ટ્રસ્ટ, વલસાડ દ્વારા આયોજિત રોટરી આઈ ઇન્સ્ટિટયુટ, નવસારી તથા આદર્શ ક્લિનિક વાપીના સહકારથી મોટાભવાડા ગામમાં નેત્રયજ્ઞ તથા દંતનિદાન કેમ્પ યોજાયા.જેમાં મોટા પ્રમાણમાં લોકોએ ભાગ લીધો હતો.

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારીના ચેરમેન શ્રી રશ્મિભાઈ પટેલ, ટ્રસ્ટીશ્રી રણજીતભાઇ પટેલ, ટીમ મેનેજર કિરીટ બારોટ કપરાડા તાલુકાના PSI શ્રી એચ.પી ગામીત ઉપસ્થિત રહ્યા હતા. ડૉ.રોશન સૈની સહિત 20 જેટલા પેરામેડિકલ ટીમના સભ્યોએ આંખની વિવિધ તકલીફ ધરાવતા લોકોની તપાસ કરી આંખનું નિદાન કર્યુ. આદર્શ ક્લિનિક, વાપીના ડૉ. પ્રતિક પરમારના સહકારથી ડૉ. તહેસીન વહોરા સહિત 4 આમ બન્ને મેડિકલ કેમ્પના કુલ 24 વિવિધ કામગીરી સાથે જોડાયેલ ટીમના સભ્યો થકી ઉત્કૃષ્ટ સેવા જરૂરિયાતમંદોને મળી. હાર્દિક પટેલ, દિવ્યા પટેલ, અર્ચના ચૌહાણ, નિધિ પટેલની ઉત્તમ કામગીરીથી આ કાર્યક્રમ સરળતાથી થઈ શક્યો. મોટાભવાડા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રી ડૉ.વિલ્સન મેકવાન, મહેન્દ્રભાઈ, મહેશભાઈ ગાંવિત, દિનેશભાઈ ગુજોર, ઈશ્વરભાઈ ગવળી, આનંદભાઈ ચૌધરી, ગામના સરપંચ શ્રી સુનિતાબેન ઘટાળ, માજી સરપંચશ્રી રામુભાઇ દોળકા, શ્રી રમેશભાઈ દોળકા તથા દ.ગુજ. વીજ. કંપનીના કર્મચારીના સહકાર મળ્યો. જુઓ વિડીયોમાં…

આ ફ્રી મેડિકલ કેમ્પમા દાંતની વિવિધ તકલીફોથી પીડાતા 150 દર્દીઓની સારવાર તથા ફ્રી આઇ કેમ્પમાં 263 લોકોની આંખની તપાસ 138થી વધુ લોકોને મફત ચશ્મા વિતરણ કરાયા. 68 જેટલાં લોકોને મોતિયાના ઑપરેશનની જરૂર હોય એમનું મોતિયાનું ઑપરેશન પણ વિનામૂલ્યે કરવામાં આવશે.