ગુજરાત: વર્તમાન સમયમાં રાજ્યના સરકારી તંત્રમાં ફરીવાર મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યમાં ફરી થઇ સનદી અધિકારીઓની બદલી IAS કક્ષાના 1 અધિકારીઓની કરાઈ બદલી એક અધિકારીને મળ્યો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે
મળતી માહિતી મુજબ આરોગ્ય વિભાગમાં IAS કક્ષાના 2 સનદી અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં, ગુજરાત રાજ્ય મેડીકલ સેવામાં મેનેજીંગ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા IAS પ્રભાવ જોશી અને કમિશનર ઓફ હેલ્થ, મેડીકલ સેવા અને મેડીકલ એજ્યુકેશનમાં ચીફ પર્સનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા IAS અજય પ્રકાશની બદલી કરવામાં આવી છે. બંને અધિકારીની બદલીને લઈને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે
જેમાં જણાવવામાં આવ્યું છે કે IAS પ્રભાવ જોશીની એનર્જી એન્ડ પેટ્રોકેમીકલ્સ ડીપાર્ટમેન્ટમાં અને IAS અજય પ્રકાશને ગુજરાત રાજ્ય મેડીકલ સેવામાં મેનેજીંગ ડાયરેક્ટર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

