ડાંગ: હાલમાં જ હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 7થી 9મી માર્ચ સુધી વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. જુઓ વિડીયોમાં…

Decision Newsને મળેલી માહિતી મુજબ સાપુતારામાં સતત બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. માલેગાંવ, બારીપાડા, દબાસમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ગોટિયામાળ ગામમાં સતત બે દિવસથી કમોસમી વરસાદ થઇ રહ્યો છે. જેના પગલે ખેડૂતોને આંબા અને ડુંગળી સહિતના પાકને નુકસાન જવાની ભીતિ છે.

કમોસમી વરસાદના પગલે ગ્રામ્ય સ્તરે વસવાટ કરતા ખેડૂતોના પાકને નુકસાન જવાની સંભાવના છે. તેથી ખેડૂતો ખુબ ચિંતિત બન્યો છે.