વાંસદા: હાલમાં વાંસદા તાલુકાના ઘણાં ગામોમાં જંગલી ડૂક્કરો દ્વારા ખેતીમાં નુકશાન કર્યાનાજાણવા અને ઘણી વખતે વ્યક્તિઓને શારીરિક ઈજા પોહચાડીયાના કિસ્સાઓ સંભાળવા મળી રહ્યા છે ત્યારે ગતરોજ વાંસદાના બોરીઆછ ગામના ચેતનભાઈ દશરથભાઈ ધૂમને સાથે ડૂક્કર સાથે સંઘર્ષ થયા બાદ ઈજા થયા હોવાની ઘટના સામે આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના બોરીઆછ ગામમાં રહેતા ચેતનભાઈ દશરથભાઈ ધૂમની પુત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી તેઓ તેમને માટે જમવાનું બનાવીને હોસ્પિટલ જી રહ્યા હતા ત્યારે ઘરથી એક જ કિલો મીટર દુર 20 થી 25 જંગલી ડૂક્કરોના ઝુંડે તેમના પર હુમલો કરી દીધો હતો તેમની સાથે ઘર્ષણ થવાના કારણે તેમને હાથ અને પગમાં મોટા પાયે ગંભીર ઈજા થવા પામી હતી.

હાલમાં ચેતનભાઈ દશરથભાઈ ધૂમ વાંસદા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે તેમને હાથ અને પગમાં થયેલી ઈજાના કારણે તેઓની સ્થિતિ હજુ નાજુક છે આ સંદર્ભ હવે વાંસદા જંગલ ખાતું શું પગલાં લેશે એ જોવું રહ્યું