દર વર્ષે 8 મી માર્ચના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 6 માર્ચના રોજ વલસાડ જિલ્લાના અટકપારડી ખાતે આવેલા ઢોડિયા સમાજ ભવન ખાતે નવચેતન ઢોડિયા સમાજમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અગ્રણીઓ જ્યોતસનાબેન, નલિનીબેન શેરીમાળ, પ્રજ્ઞાબેન, વિલાસબેન, જ્યોતિબેન, મુક્તાબેન, હિરલબેન હેમાંગીનીબેન, નલિનીબેન અનિલભાઈ, તન્વીબેન સહિતની મહિલા અગ્રણીઓએ સુમનભાઈ કેદારીયા, અશોકભાઈ, અનિલભાઈ, કમલેશભાઈ, ઉત્તમભાઈ, જયેશભાઇ સહિતના આદિવાસી અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ આદિવાસી સમાજની ગૌરવવંતી માનુનીઓનું સન્માન કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં ડો.દિવ્યાંગી પટેલ, હંસાબેન પટેલ બામસેફ,તાલુકા પંચાયત સભ્યો કુંજાલીબેન- કપરાડા, વિભાબેન- ખેરગામ, જ્યોતિબેન સરપંચ, પ્રેમિલાબેન વસાવા, ડો મૈત્રી, ડો પ્રાચી, ડો શીતલ ઠાકરીયા, જયાબેન GEB સહિતની આદિવાસી સમાજની અગ્રગણ્ય મહિલાઓ મુખ્ય મહેમાનો તરીકે હાજર રહી. તેમજ ખેલમહાકુંભ અને સુગમ સંગીતમાં અને યુવક મહોત્સવમાં પ્રથમ આવનાર દ્રષ્ટિ અને નિબંધ વાંચનમાં જિલ્લામાં પ્રથમ આવનાર હિતાન્સીનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે ઉપસ્થિત ડો નિરવ ભુલાભાઇ પટેલ સહિતના તમામ મહાનુભાવોએ સમાજને એક થઈને પ્રગતિના પંથે આગળ વધવાની શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી.