ધરમપુર: વલસાડના ધરમપુર તાલુકાના અંતરિયાળ પીપરોળ ગામમાં 15 % વિવેકાધીન યોજના વર્ષ 2021, 22 મુખ્ય રસ્તા રામજી શાનકારના ઘર થી તાદા ફળીયા કાકડના ઘર તરફ જવા બનાવવામાં આવેલા ડામર રસ્તામાંઓમાં ભ્રષ્ટાચાર થયાનું સ્થાનિકો જણાવી રહ્યા છે
જુઓ વિડીયોમાં…
સ્થાનિકોનું કહેવું છે કે આ ડામર રસ્તો બન્યાના માંડ આજે 7 થી 8 દિવસ થયા છે ત્યાતો રસ્તાની બત્તર સ્થિતિ જોવા મળી રહી છે. આ મુદ્દે ધરમપુરના યુવાપ્રિય નેતા કલ્પેશ પટેલ જણાવે છે કે આ વિસ્તાર સંપૂર્ણ આદિવાસી વિસ્તાર હોઈ એટલે આ અમુક બની બેસેલા કોન્ટ્રાક્ટરો એવુ માને છે આ આદિવાસી કાન મા કડી વાળાને શું ખબર પડશે પરતું અમારા આદિવાસી લોકો પણ હવે બધુજ સમજે અને જાણે છે જે બાબતની મને સ્થાનિકો દ્વારા માહિતી આપવામાં આવી, આ રોડનું કામ ખુબજ બોગસ કરવામાં આવ્યું છે. આ રોડમાં ડામર નાખવામાં આવ્યો છે કે ધૂળ સાથે મિક્સ કરીને એજ ખબર ના પડી, પગથી પણ મેટલ બહાર આવી જય છે આ અમારા લોકાના ટેક્સના રૂપિયા છે આ કામ કરનાર કોન્ટ્રાકટરને એમ હશે કે અહીં કોણ જોવા વાળું છે પણ હું પૂછીશ. આ કામની કિંમત કિંમત ત્યાં લગાવેલ બોર્ડ પ્રમાણે 2,00,000/- બે લાખ રૂપિયા છે. આ કામના કોન્ટ્રાક્ટરને કાયમી ધોરણે બ્લેક લિસ્ટ કરવામાં આવે એવી મારી માંગણી છે અને આ રોડનું કામ ફરીથી એસ્ટીમેન્ટ પ્રમાણે કરવામાં આવે નહીં તો હું અમારી પ્રજાના હિત અને મારી ફરજના ભાગ રૂપે જન આંદોલન કરતા પણ અચકાઈશ નહીં.











