ડાંગ: આહવામાં આજરોજ ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય ક્ષેત્રે આશાઓએ કરેલ કામને સન્માન આપવા માટે આજરોજ ડાંગ દરબાર હોલ આહવા ખાતે આશા ફેસીલીટેટર સંમેલન યોજવામાં આવેલો જેમાં આશા બહેનોએ કરેલ કોરોના કાળમાં કામની પ્રસંસા કરવામાં આવી હતી.

Decision Newsએ સ્થળ પર લીધેલી મુલાકાતમાં મળેલી માહિતી મુજબ આશા ફેસીલીટેટર સંમેલન દરમિયાન તાલુકાની કુલ ૧૨ આશા, ત્રણ આશા ફેસીલીટેટર, ઉપરાંત ત્રણ જેટલી આશા/આશા ફેસીલીટેટર કે જેમણે કોરોનામા શ્રેષ્ઠ કામગીરી કરી છે, તેમનુ મહાનુભાવોના હસ્તે જાહેર સન્માન, અભિવાદન કરાયુ હતુ. આ સંમેલનમા આહવા તાલુકાના સાપુતારા, ગલકુંડ, ગાઢવી, અને પિંપરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તકની આશા અને આશા ફેસીલીટેટર ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન કોરોના દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર પિંપરીની આશા ફેસીલીટેટર ચંદ્રકલા પાટીલ, સાપુતારાની યશોદા ગાવિત, અને ગાઢવીની ભાવના દેશમુખને અનુક્રમે પ્રથમ, દ્વિતીય, અને તૃતીય પારિતોષિક એનાયત કરાયુ હતુ. આ કાર્યક્રમ દરમિયાન સાપુતારા, ગલકુંડ, ગાઢવી, અને પિંપરીની ત્રણ-ત્રણ આશાઓને પુરસ્કૃત કરવા સાથે પિંપરીની આશા ફેસીલીટેટર વર્ષા ભોયે, ગાઢવીની મંજુલા ઠાકરે, અને સાપુતારાની બસંતી ભોયેનું પણ સન્માન કરવામા આવ્યુ હતુ.

કલેકટર ભાવિન પંડયાએ આશા બહેનોએ કરેલ કોરોનામાં કરેલ કામગીરીને બિરદાવી હતી, તેમજ ડાંગના ધારાસભ્યએ આશા બહેનોને સન્માન જનક વેતન મળશે તેવો આશ્વાસન આપ્યા હતા જ્યારે જિલ્લાના પ્રમુખ મંગળ ગાવિતે આશા બહેનોએ કોરોનામાં કરેલ કામગીરીની પ્રસંશા કરી હતી.