ડાંગ: એક બાજુ ડાંગ વહીવટી તંત્રએ આ વર્ષે ડાંગ દરબારની તૈયારીમાં વ્યસ્ત બન્યું છે ત્યારે એક બાજુ ડાંગમાં પાર તાપી નર્મદા લિંકમાં જળ જંગલ જમીન ડુબાણમાં જવાને લઈને અને વિસ્થાપિત થવાના ડરની સમસ્યાને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે ડાંગ દરબારમાં રંગમાં ભંગ ઉભો ન થાય એ જોવું રહ્યું.

ડાંગના રાજવી પરીવારોને વર્ષો જૂની પરંપરા મુજબ આજે પણ વર્ષમાં એકવાર ભવ્ય ડાંગ દરબાર યોજી બહુમાન કરી પોલિટિકલ પેન્શન એટલે કે રાજકીય સાલીયાણું આપવામાં આવે છે. વર્ષોથી ચાલતી આ પરંપરા કોરોના કાળમાં બંધ રહી હતી આ વર્ષે સરકારી તંત્ર તાડામાર તૈયારીઓ કરી રહ્યું છે પણ હાલમાં ડાંગ જિલ્લામાં પાર તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને લઈને સ્થિતિ તણાવપૂર્ણ છે ત્યારે ડાંગ દરબારમાં કઈ અજુગતું થવાના એધાણ દેખાય રહ્યા છે

લોકો સરકાર અને સરકારી અધિકારીઓના નિર્ણયો થી નારાજ છે જેના કારણે આવનારા સમયમાં મુશ્કેલીઓમાં વધારો થાય એવા અનુમાનો હાલ લગાવવામાં આવી રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે પાર તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ આગામી દિવસોમાં કેવા પરિણામો લાવશે.