વલસાડ: દક્ષિણ ગુજરાતમાં ગુનાખોરીના કિસ્સાઓનું પ્રમાણ ખુજ જ વધ્યું છે ત્યારે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામમાં એક માથાભારે શખ્સે આતંક મચાવી એક ઘરમાં ઘૂસી પરિવારજનો પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે..
VTV અનુસાર બનાવ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામમાં સુનિલ પટેલ નામના એક માથાભારે શખ્સ છેલ્લા કેટલાક સમયથી ત્રાસ વર્તાવી રહ્યો હતો. આજે આ સંકી શખ્સ એક ઘરમાં ઘૂસી ઘર માં હાજર પરિવાર પર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં પરિવારના બે સભ્યો લોહીલુહાણ થયા હતા. અને ગંભીર રીતે ઇજા થતા તેઓને તાત્કાલીક સારવાર માટે પારડીની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવમાં જીવલેણ હુમલામાં બે લોકોને ઇજા થતા તાત્કાલીક સારવાર માટે પારડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સુનિલ પટેલ નામના માથાભારે શખ્સે પરિવારજનો પર હુમલો કરી પરિવારની એક સગીરાનું અપહરણ કરી ફરાર થઈ ગયો હોય તેવું ભોગ બનેલ પરિવાર આક્ષેપ કરી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ પારડી પોલીસે આરોપી ઈસમને પકડવા કવાયત તેજ કરી છે.











