ચીખલી: નવસારીના વિસ્તારોમાં અકસ્માતોના કેસો થમવાનું નામ નથી લઇ રહ્યા ત્યારે ગતરોજ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે ચીખલી બલવાડા ગામ પાસે નેશનલ હાઇવે નંબર 48 પર નવસારીના આરોગ્ય વિભાગની હેલ્થ ઓફિસરનું અકસ્માતમાં મૃત્યુ થયું છે.

Decison Newsને મળેલી માહિતી અનુસાર ચીખલી તાલુકાના બલવાડા ગામ પાસે નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત સર્જાયો હતો જેમાં નવસારીના આરોગ્ય વિભાગની હેલ્થ ઓફિસર રિંકલ પટેલને ડમ્પર ચાલકે અડફેટે લેતાં ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત થયું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પોહચી આગળની કાર્યવાહી શરુ કરી હતી.

નેશનલ હાઇવે ડમ્પર ચાલકોની ભૂલના કારણે ઘણા લોકો પોતાની જાન ગુમાવી ચૂકયા છે ત્યારે આ વિરુદ્ધ તંત્ર કેમ મોંન ધારણ કરીને બેઠું છે ? કેમ કોઈ પગલા લેવામાં આવી રહ્યા નથી એ સવાલ ચિંતન માગી લે એવો છે.