સુરત: આજરોજ સુરતના હજીરા રોડ પર એક દંપતી પસાર થઇ રહ્યું હતું ત્યારે બાઈક ચાલક પતિએ રોડ પર બાઈકનું સંતુલન ગુમાવતા એક અકસ્માત થયો હતો આ દંપતીના અકસ્માતમાં પત્નીને ગંભીર ઈજા થતા ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજયાનું સામે આવ્યું છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ હજીરા રોડ પર બાઈક પર જઈ રહેલા દંપતીને અચાનક જ અકસ્માત નડતાં બાઈક પરથી સંતુલન ગુમાવતા તેઓ નીચે પટકાયા અને ઘટનામાં પત્નીને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. પતિની નજર સામે જ પત્નીએ અંતિમ શ્વાસ લેતા પતિએ હૈયાફાટ રુદન કરતા વાતાવરણ ગમગીન થઇ ગયું હતું. આ દુઃખ ભરી ઘટનાની જાણ પોલીસને થતા જ ઘટના સ્થળ પોહચી ગઈ હતી .
હાલમાં આ અકસ્માતની ઘટનામાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે જોવું રહ્યું કે પોલીસ કેટલા દિવસોમાં સત્ય સુધી પોહચી હતી.