ધરમપુર: વલસાડના ધરમપુર તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં નવ પ્રવર્તક મિત્ર મંડળ, ધોડિયા પટેલ ડૉક્ટર એસોસિએશન અને જિલ્લા પંચાયત વલસાડ આરોગ્ય શાખાના સહયોગથી ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પધારેલ મહેમાનોનું ફુલછોડ આપી સન્માન કરવામાં આવ્યું. વિશેષ અતિથિ તરીકે વલસાડ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી (C. D. H. O.)શ્રીમાન અનિલભાઈ પટેલ સાહેબ, ડૉ. એ. જી. પટેલ સાહેબ, સાઈનાથ હોસ્પિટલના ડૉ. ડી. સી. પટેલ સાહેબ, વલ્લરી હોસ્પિટલ ધરમપુરનાં ડો. દિલિપ પટેલ સાહેબ, આવધા પ્રા.શાળાનાં આચાર્યશ્રી પાયલબેન, ડો. જીગ્ના મેડમ અને સમગ્ર ટીમે નિષ્ઠાપૂર્વક પુરા ખંતથી કુલ 215 દર્દીઓને સેવા પ્રાપ્ત થઈ હતી. જેમાં સર્જરી વિભાગ, બાળરોગ, ગળા, નાક કાન, હાડકા, આંખ, હાર્ટ અને ચામડી રોગ જેવા વિવિધ રોગના નિષ્ણાંત ડોકટરોની ટીમે પોતાનો અમૂલ્ય સમય આપીને સેવાઓ પુરી પાડી હતી. કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત સમસ્ત આદિવાસી સમાજનાં પ્રમુખશ્રી ડો. પ્રદિપ ગરાસીયા સાહેબ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
વિદ્યાસેતુ છાત્રાલયના પ્રમુખશ્રી ઉમેશભાઈ ચૌધરી, મયુરભાઈ, કલ્પેશભાઈ ગામીત, કિરણકુમાર ચૌધરી, નિલેશભાઈ ગાયકવાડ, બીપીનભાઈ પટેલ અને સમગ્ર ટીમ સાથે ગામની યુવા ટીમે ખૂબ સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા મુખ્ય ભુમિકા બજાવનાર પરેશભાઈ પરમાર સાહેબ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું











