વાંસદા: આજે મહાશિવરાત્રીના પર્વને લઈને શિવ મંદિરો ઉત્સવના રંગે રંગાવા ભક્તો ઉત્સાહી બની ઉઠયા છે. દક્ષિણ ગુજરાતના મહાદેવ મંદિરો અને વિવિધ શિવાલયોમાં ભારે આસ્થાથી મહા શિવરાત્રી ઉજવાશે. ઉપરાંત અનેક મહાદેવ મંદિરે મેળાઓનું પણ આયોજન થયા છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદાના અજમલગઢ મહાદેવ મંદિર મહા શિવરાત્રી પર્વ નિમિત્તે ચાર પ્રહર પૂજા, હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ, મહા આરતી અને મેળા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 2 વર્ષ થી કોરોના કાળ ને લઈ બંધ હતી. જે ચાલુ વર્ષે યોજવામાં આવશે.
આ વાંસદાના જમલગઢ મહાદેવનો પૌરાણિક અને આધ્યાત્મિક મહાત્મ્ય જોવા મળે છે. આ મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીનો મેળો ચાલુ વર્ષે યોજાશે.











