વાંસદા: આજથી સમગ્ર રાજ્યમાં પોલિયો રવિવારની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નવસારી જીલ્લાના વાંસદા તાલુકાની રેફરલ હોસ્પિટલ ખાતે પણ તાલુકાના વિવિધ ગામનો 1 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા.
Decision Newsને મળેલી માહિતી મુજબ આજે સમગ્ર વાંસદા તાલુકામાં પોલિયો રવિવારની ઉજવણી કરવામાં આવી હતી 1 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનો આ કાર્યક્રમ હજુ બે દિવસો સુધી ચાલશે. ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘર જઈ આરોગ્ય વિભાગના કર્મચારી પલ્સ પોલિયો પીવડાવશે. વાંસદામાં અંદાજિત 21506 બાળકોને પોલિયો પીવડાવવામાં આવ્યો છે.
વાંસદાના રેફરલ હોસ્પીટલના ડોકટરનું કહેવું છે કે પલ્સ પોલિયો બાળકોને પીવડાવી બાળકોને તંદુરસ્ત રાખીએ ના શુભ હેતુ સાથે 0-5 વર્ષની ઉંમરના વાંસદામાં 21506 બાળકોને પોલિયો સામે રક્ષણ માટે વેક્સિનના બે ટીપાં પીવડાવવામાં આવ્યા છે











