ચીખલી: આજરોજ કોરોના અને અન્ય રોગો અને અકસ્માતમાં જરૂરયાતમંદ વ્યક્તિઓને ચીખલી તાલુકાના ખાંભડા ગામે યુવાનો દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના યુવાનો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરાયું.

ચીખલી તાલુકાનું ખાંભડા ગામ જે આદિવાસી ગામ છે ત્યારે આ ગામના લોકોનો જયારે પણ લોહી ની જરૂરિયાત વર્તાતી હોય ત્યારે તેઓને લોહી મેળવવા માટે ખુબજ તકલીફ પડતી હોય છે જેના કારણે ગામના યુવાનોએ એક સંપ થઈ રક્તદાન કેમ્પ યોજવાનો વિચાર કર્યો અને આજરોજ ખાંભડાના રાજીવગાંધી ભવન ગ્રામપંચાયત કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો. જુઓ વિડીયો…

 

જેમાં દીપ પ્રાગટ્ય ગામના યુવાન અને ગુજરાત સરકારના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીના અધિક અંગત સચિવ નિરવભાઈ સી. પટેલ, તેમજ રૂઢિપ્રથા ગ્રામસભાના ખાંભડાના અધ્યક્ષ રમેશભાઈ એમ પટેલ અને રૂઢિપ્રથા ગ્રામસભા દોણજાના અધ્યક્ષ ડો. અનિલભાઈ પટેલ, વાંસદા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ અમિશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં ગામના યુવાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. તો ચીખલી બ્લડ બેંકનો સ્ટાફ હાજર રહી ઉત્તમ સેવા બજાવી હતી.