ધરમપુર: આજરોજ ધરમપુર મોડેલ સ્કૂલ, માલનપાડામાં વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીમાં બદલી પામેલ શિક્ષણ નિરિક્ષકશ્રી ડૉ. બી.બી.પટેલ અને પૂવૅ આચાર્ય, વગૅ -૨ ,મોડેલ સ્કૂલ, માલનપાડા એમના સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અધ્યક્ષ તરીકે ઉપસ્થિત માનનીય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ સી.પટેલ સર પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખશ્રી તથા માજી ઇ. આચાર્ય મોડેલ સ્કુલ માલનપાડા શ્રી ગોકુળભાઈ પટેલ આચાર્ય, વગૅ -૨, મોડેલ સ્કૂલ, માંડવા શ્રી ગુલાબભાઈ લુહાર શ્રી રાહુલભાઈ પટેલ, કલ્પવૃક્ષ બિઝનેસ ગૃપના યુવા બિઝનેસમેન શ્રી જયેશભાઈ પટેલ, પલ્લવ પ્રિન્ટસૅ, શ્રી જયેશભાઈ પટેલ, બાલાજી એજ્યુકેશન એમ્પોરિયમ, શ્રી શંકરભાઈ પટેલ, રેઈનબો વોરિયસૅ, સાકાર ગૃપ તથા આવધા પ્રા.શાળા, ડૉ. વિરેન્દ્ર ગરાસિયા, નાની ઢોલ ડુંગરી પ્રા.શાળા, શ્રી શિરીષભાઈ વસાવા, વલસાડ જિલ્લા સરકારી શાળા શિક્ષક સંઘ અધ્યક્ષશ્રી, સરકારી શાળાના મોટી કોરવળ, ધામણી, પેણધા, માલધર, મેણધા ઈ.આચાર્યો, તથા ડો.બિપિનભાઈ.બી.પટેલની શાળાના સ્નેહી શિક્ષક ગણ, કે.જી.બી હોસ્ટેલના વોર્ડન સુમિત્રાબેન,ડૉ. બિપિનભાઈ પટેલ સહિત સમગ્ર પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા…
વનવાસી વિકાસના આચાર્યશ્રી રાજેશભાઇએ આદિવાસીલોકબોલી સાહિત્યનું પ્રમાણપત્ર ડૉ. બિપિનભાઈ બી પટેલ ને અર્પણ કરી સન્માન કર્યુ હતુ.. તથા ડૉ.વર્ષાબેન બી.પટેલને નવા આચાર્ય તરીકે આવકાર આપી સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી. માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ સી. પટેલ સર તરફથી ડૉ.બી.બી.પટેલને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું. તેમજ નવનિયુક્ત આચાર્ય ડૉ. વર્ષા બી.પટેલનું આવકાર સ્વાગત કરવામાં આવ્યું.ઉપસ્થિત સહુ તરફથી શુભેચ્છારૂપે પુષ્પગુચ્છ આપવામાં આવ્યા. માનનીય ધારાસભ્યશ્રી તરફથી શાળાની પ્રગતિ માટે તમામ સહકાર આપવા માટેની ખાતરી આપી શાળાની પ્રગતિ માટે શુભેચ્છાઓ આપવામાં આવી..

            
		








