સાગબારા: આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગે વરરાજા લગ્ન કરનાર નવ દંપતીને તેમના સગા સબંધીઓ કોઈ વસ્તુ, પૈસા કે અન્ય કોઈ ગિફ્ટ રૂપે ચાંદલો સ્વરૂપે આપવાનો રિવાજ વર્ષોથી ચાલતો આવ્યો છે ત્યારે ટ્રાયબલ રોકસ યુવા ટીમના ફાઉન્ડર નરેશ વસાવા તેમજ તેમની ટીમ દ્વારા સમાજમાં શિક્ષણનું મહત્વ સમજાય એવા ઉદ્દેશ સાથે વરરાજાને ચાંદલા સ્વરૂપે પુસ્તક આપવામાં આવ્યું હતું.
હાલમાં લોકો જયારે પુસ્તક વાંચનથી દૂર થઈ રહ્યા છે અને સ્પર્ધાત્મક પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે સાગબારા તાલુકાના ભોરઆમલી ગામે યોજાયેલ લગ્ન પ્રસંગમાં ટ્રાઇબલ રોક્સ યુવા ટીમ દ્વારા વરરાજાને જનરલ નોલેજના પુસ્તકની ભેટ આપી આદિવાસી સમાજમાં શિક્ષણમાં વધારો થાય અને લોકો શિક્ષણનું મહત્વ સમજે તે માટેનો આ અનોખો પ્રયત્ન થયો હતો.
જો આદિવાસી સમાજમાં યુવાઓ દ્વારા આવા સમાજ ઉત્થાનના વિચારોને પ્રાધાન્ય આપવામાં આવશે તો જરૂરથી સમાજનો વિકાસની દિશામાં વધશે.











