વાંસદા: ગતરોજ નવસારીના વાંસદા તાલુકાના પ્રતાપનગર હાઈસ્કૂલ ખાતેથી 16 વર્ષીય સગીરાનું અપહરણ કરનારા 2 જેટલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક લોકો માં આક્રોશ જોવા મળી રહ્યો છે.

શહેરી વિસ્તારમાં અપહરણના મોટાપ્રમાણ કિસ્સાઓ સામે આવતા હોય છે તો આવોજ એક કિસ્સો વાંસદા તાલુકાના પ્રતાપનગર ગામ સુધી પોહચી ગયો છે વાત વાંસદાની કરવામાં આવે તો વાંસદાના પ્રતાપનગર હાઈસ્કૂલ ખાતે જે 16 વર્ષીય સગીરા વર્ગખંડમા આભ્યાસ કરતી હતી. અને અચાનક આજે બે જેટલા આરોપી અમિતભાઈ હાસિતભાઈ ધોડિયા પટેલ તેમજ તેજસભાઇ દિનેશભાઈ ધોડિયા પટેલ આ બંને લિંબરપાડા નિશાળ ફળિયાના રહેવાસી છે. તેઓ અચાનક પ્રતાપનગર હાઈસ્કૂલમાં ચાલુ વર્ગખંડમા આવીને રૂમમાંથી જે 16 વર્ષીય સગીરા છે. તેઓને જબરજસ્તી ઉંચકીને હાઈસ્કૂલની બહાર લઈ જઈ તેમના મિત્ર તેજસભાઇ દિનેશભાઈ ધોડિયા પટેલ સાથે બેસાડીને અમિતભાઈના માસીના ઘરે વાલઝર ખાતે લઇ જતા તેમણે ગુનો કર્યો હોવાથી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

જો આમજ જોવામાં આવે તો સ્કૂલ એટલે વિદ્યાર્થી ઓ માટે તો મંદિર એવું માનવામાં આવે છે અને વાલીઓ પોતાના બાળકોને શાળામાં અભ્યાસ માટે મોકલતા હોય છે, પણ આ તો શાળામાં પણ બેડીઓ ઓ સુરક્ષિત નથી તો પછી આ બનાવમાં જવાબદાર કોણ ? શાળાના શિક્ષકો કે પછી શાળાના સંચાલકો. વિદ્યાર્થી માટે સ્કૂલ મંદિર સમાન છે અને વાંસદા તાલુકાની પ્રતાપનગર ચાલુ સ્કૂલમાંજ જો બેડી સુરક્ષિત નથી તો સ્કૂલમાં આવિતો બીજી અનેક દિકરીઓ અભ્યાસ કરે છે તો એમના વાલીઓમાં પણ ભયનો માહોલ છવાઇ ગયો હોવાની વાત વહેતી થાય છે. હવે જોવું એ રહ્યું કે વાંસદાની સુરક્ષાપોલીસ શું પગલાં લેશે.