ચીખલી: દક્ષિણ ગુજરાત વીજ કંપની ટાંકલની ધોર બેદરકારી સામે આવી છે. ત્યારે ચીખલી તાલુકાનું રાનવેરીકલ્લા ખૂટાડીયા ફળિયામાથી પસાર થતી ખેતીવાડીના રસ્તાપર ઝુલતા જીવીત વીજતારને ટાંકલ GEBને ખેચવાની ફુરસત નથી ત્યારે રાનવેરીકલ્લા ખૂટાડીયા ફળિયાના લોકો દ્વારા અનોખો જુગાર્ડ કરવામાં આવ્યો.

Decision News મેળવેલી માહિતી મુજબ રાનવેરીકલ્લા ખૂટાડીયા ફળિયાના લોકો નાની મોટી ખેતીપર નિર્ભર કરે છે ત્યારે ફેબ્રુઆરી, માર્ચમાં મોટા પ્રમાણમાં શેરડી કટિંગ ચાલે છે ત્યારે શેરડી ભરેલા વાહનો અવરજવર થતાં હોય છે અને આ જીવીત ઝુલતાં તાર મહિલા સંચાલિત દૂધની ડેરીના બાજુમાંજ હોવાથી ત્યાં સવાર સાંજ મોટા પ્રમાણમાં લોકો દૂધ ભરવા આવતા જતાં હોય છે ત્યારે દૂધ ભરવા આવતા લોકોનું અને શેરડી ભરેલા વાહનો તેમજ ત્યાંથી પસાર થતા લોકોનુ જીવન જોખમાય છે ત્યારે ખૂટાડીયા ફળિયાના લોકોએ વારંવાર ટાંકલ GEB ને જાણ કરવા છતાં GEB ના કર્મચારી હજી ઘોરનિંદ્રા માંજ છે એમ સ્પષ્ટપણે જણાય આવે છે.ત્યારે સ્થાનિક રહીશોએ લોકોનું જીવન જોખમાય છે એના માટે વાંસના બાંબુ ના સહારે અનોખો જુગાડ કરવામાં આવ્યો છે.

હવે જોવું એ રહ્યું કે ટાંકલ GEB ના કર્મચારી ધોર નિંદ્રામાથી ક્યારે જાગશે અને રાનવેરીકલ્લા ખૂટાડીયા ફળિયાના રહીશોના અનોખો જુગાડ સામે GEB શું જુગાડ કરશે.