ગાંધીનગર : કોરોના સંક્રમણને લઈને તબક્કાવાર લોકડાઉનમાં ધટાડો કરવામાં આવતો રહ્યો છે. પરંતુ સતત બે વર્ષ સુધી રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ અમલી કરવામાં આવ્યું હતું. જેમાં અગાઉ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં અમદાવાદ અને બરોડાને છોડીને તમામ જગ્યા ઉપર રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
મીડિયા રીપોર્ટ અનુસાર રાજ્યના મુખ્યપ્રધાન પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં અમદાવાદ અને વડોદરા શહેરમાં પણ રાત્રી કર્ફ્યુ હટાવી લેવાનો નિર્ણય કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અનેક પ્રકારની છૂટછાટ આપી છે. જેમાં જાહેર પ્રસંગો લગ્ન પ્રસંગે ધાર્મિક પ્રસંગો અને રાજકીય મેળાઓમાં કે પછી તેના 75 ટકા વ્યક્તિઓને હાજર રાખવાની મંજૂરી આપવામાં આવી છે. તો બંધ જગ્યા પર 50 ટકા વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં અમદાવાદ અને વડોદરાને કર્ફ્યુ મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આ કર્ફ્યુ મુક્ત અને આવતી 1 માર્ચ સુધી અમલી કરવામાં આવી છે. આમ જો કેસમાં વધારો થશે તો ફરીથી રાત્રી કર્ફ્યુ અમલી થઇ શકે છે.

